-
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા યોજાયો કાર્યક્રમ
-
તાલુકા પોલીસ મથક ખાતે આયોજન
-
વાર્ષિક ઇનસ્પકેશન કરવામાં આવ્યું
-
એસ.પી.અક્ષયરાજ મકવાણા રહ્યા ઉપસ્થિત
-
પોલીસની કામગીરીની કરાય સમીક્ષા
ભરૂચ: SP અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં તાલુકા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન કરાયુ
ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઈન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સમાચાર
ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં તાલુક પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેકશનનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઈન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઈન્સ્પેક્શન દરમિયાન સ્ટેશનના વહીવટી કામકાજ, ક્રાઇમ રજીસ્ટર, દસ્તાવેજી કામગીરી તેમજ સ્ટાફની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટાફ સાથે પોલીસ દરબારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓએ તેમની સેવાકીય સમસ્યાઓ, સુવિધાઓ અને કામગીરી સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકે કર્મચારીઓના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ ત્વરિત નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા હતા.એસપી દ્વારા પોલીસ સ્ટાફને શિસ્ત, જવાબદારી અને પારદર્શિતા સાથે ફરજ બજાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ લોકોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે અસરકારક કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી.
