ભરૂચના વાલિયા-ડહેલી માર્ગ ઉપર ભુજીયા વડ પાસે દિપક મોદીનું ખેતર આવેલ છે.જેઓએ પોતાના ખેતરમાં શેરડીનું વાવેતર કર્યું છે. હાલ શેરડી ઉભી છે.ત્યારે કોઈક અસામાજિક તત્વોએ બે એકર જેટલી શેરડી સળગાવી મૂકી છે.જેને પગલે ખેડૂતને 3.50 લાખથી 4 લાખનું નુકશાન થયું છે.
જ્યારે ડહેલી ગામના પુલ પહેલા દત્તુભાઈ કરમાડીયાના ખેતરમાં પણ 3 એકરમાં ઉભી શેરડીના પાકને સળગાવી દેવામાં આવતા ખેડૂતને 6 લાખથી વધુનું નુકશાન થયું હોવાની ઘટના સામે આવી છે.સાથે અન્ય શેરડીના ખેતરોમાં પણ આગ ચંપીની ઘટનાઓને પગલે ખેડૂતોએ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ: વાલિયામાં અસામાજિક તત્વોનો આતંક, શેરડીનો ઉભો પાક સળગાવી આર્થિક નુક્શાન કર્યું
