-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
નંદેલાવ ગામે કાર્યક્રમ યોજાયો
-
વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો
-
પર્યાવરણના જતનના હેતુસર કાર્યક્રમનું આયોજન
-
200થી વધુ વૃક્ષનું વાવેતર કરાયુ
ભરૂચ: નંદેલાવ ગામે વૃક્ષ મારી જવાબદારી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
ભરૂચના નંદેલાવ ગામ ખાતે વૃક્ષ મારી જવાબદારી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું ગુજરાત | સમાચાર
ભરૂચના નંદેલાવ ગામ ખાતે વૃક્ષ મારી જવાબદારી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું
ભરૂચ એકેડમી એસોસિએશન અને GJ-16 પેન્ડલર્સ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આજે નંદેલાવ ગામના નવનિર્મિત આંબેડકર ભવન નજીક વૃક્ષ મારી જવાબદારી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સતત ચોથા વર્ષે યોજાતા આ કાર્યક્રમમાં પેન્ડલર્સ ગ્રુપ અને એકેડમી એસોસિએશન દ્વારા ગ્રામ પંચાયતોના સહયોગથી 200થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન પેન્ડલર્સ ગ્રુપના કિશન ચુડાસમા, કેતન નડિયાદવાલા તેમજ નંદેલાવ ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. દરેકે વૃક્ષોનુંરોપાણ કરી તેને સંવર્ધન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
