ભરૂચ : સિવિલમાં કોરોના વોર્ડમાં દર્દીના સ્વજનોની બેરોકટોક અવરજવર, જુઓ મારામારીના LIVE દ્રશ્યો

New Update
ભરૂચ : સિવિલમાં કોરોના વોર્ડમાં દર્દીના સ્વજનોની બેરોકટોક અવરજવર, જુઓ મારામારીના LIVE દ્રશ્યો

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલાં દર્દીઓના સ્વજનો વોર્ડમાં બેરોકટોક અવરજવર કરી રહયાં હોવાથી કોરોનાના સંક્રમણનો ખતરો વધ્યો છે. દર્દીઓના સ્વજનોને રોકવામાં આવતાં તેઓ સ્ટાફ પર હુમલો કરી રહયાં છે. આવા જ હુમલાનો LIVE વીડીયો તમને બતાવવા જઇ રહયાં છે.


તમે જે વિડીયો જોયો તે ભરૂચની સિવિલ હોસ્પિટલનો છે. સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓ માટે અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે. કોરોનાના વધતાં સંક્રમણના પગલે સિવિલ હોસ્પિટલના તમામ બેડ ફુલ થઇ ગયાં છે. કોરોનાના દર્દીઓથી તેમના સ્વજનો દુર રહે તો જ કોરોનાને ફેલાતો અટકાવી શકાય પણ ભરૂચ સિવિલમાં કઇ અલગ જ દ્રશ્યો જોવા મળી રહયાં છે. દર્દીઓના સ્વજનો વોર્ડની બહાર નીકળી હોસ્પિટલમાં અવરજવર કરી રહયાં છે. તેમનું આવું વર્તન કોરોનાને રોકવાના બદલે કોરોનાના સંક્રમણને વધારવા માટે પુરતું છે. અમારા સંવાદદાત રાકેશ ચૌમાલ પાસેથી જાણીએ સિવિલ હોસ્પિટલનો ગ્રાઉન્ડ રીપોર્ટ....


તો આ હતાં સિવિલ હોસ્પિટલથી અમારા સંવાદદાતા રાકેશ ચૌમાલ, અમે તમને જણાવ્યું કે દર્દીઓના સ્વજનોને વોર્ડમાં ન આવવા હોસ્પિટલ સત્તાધીશો તરફથી વારંવાર કહેવામાં આવે છે પણ તેઓ વાત માનવાના બદલે સ્ટાફ સાથે ઝપાઝપી કરી રહયાં છે. જુઓ આ વિડીયો ફરીથી...


ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોની મનમાનીની વાત આરએમઓ પણ સ્વીકારી રહયાં છે. જુઓ સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉ. એસ.આર. પટેલ શું કહી રહયાં છે.


ભરૂચ શહેરમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહયો છે. કોવીડ સ્મશાન ખાતે રોજના સરેરાશ 40 મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહયાં છે. સળગતી ચિતાઓને જોઇ લોકોના કાળજા કંપી રહયાં છે અને સૌ કોઇના મનમાં એક સવાલ ઉભો થાય છે કે આ કોરોના હવે કયારે જશે. અમારો આ સમાચાર દર્શાવવાનો ઉદ્દેશ કોઇની પણ આક્ષેપ કરવાનો નથી પણ દર્દીઓના સ્વજનોમાં જાગૃતિ આવે તે જરૂરી છે. કોરોના વાયરસથી બચવા સોશિયલ ડીસ્ટન્સ જાળવવું આવશ્યક છે. આખો દિવસ કોરોનાના દર્દીની સાથે રહેતાં સ્વજનો આવી જ રીતે હોસ્પિટલની અંદર કે બહાર અવરજવર કરતાં રહેશે તો આપણે કોરોનાના સામેના જંગમાં પોતાના જ પગ પર કુહાડી મારી રહયાં હોય તેમ લાગી રહયું છે...

Latest Stories