બંગાળમાં યોજાયેલ ચૂંટણી બાદ થયેલ હિંસાના વિરોધમાં ભારતીય મજદૂર સંઘના કેન્દ્રીય નેતૃત્વ હેઠળ ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા એક જુટતા દિવસના ભાગરૂપે ભરૂચ સ્ટેશન સ્ટેશન નજીક જાહેર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના માથાભારે તત્વો દ્વારા ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓ ઉપર જબરદસ્તી કરી તેમના મકાન, દુકાનો અને બહેનો ઉપર અત્યાચાર ગુજારેલ હતો. બંગાળ સરકાર અને પોલીસ પણ મૌન બનીને આ તમાશો જોઈ રહી છે, ત્યારે તાત્કાલિક ધોરણે બંગાળમાં રાષ્ટ્રપતિ
શાસન લગાવવામાં આવે તેવી ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમ્યાન ભારતીય મજદૂર સંઘના વરિષ્ઠ આગેવાન અંબાલાલ ચૌહાણ, જિલ્લા મંત્રી સુરેન્દ્રસિંહ રાજ, જિલ્લા પ્રમુખ વિજયભાઈ, જિલ્લા સહમંત્રી હરિકેશસિંહ રાજપૂત, સહમંત્રી સુરેન્દ્ર પટેલ અને ભરત પટેલ હાજર રહ્યા હતા.