ભરૂચના શ્રી સમસ્ત ભોઇ જ્ઞાતિ પંચના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. તાજેતરમાં લેવાયેલ નિર્ણય અનુસાર 25 સભ્યોની કમિટી જાહેર કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે ભદ્રેશ જાદવ, ઉપ પ્રમુખ તરીકે વિજય જાદવ, મંત્રી તરીકે ચંદ્રવદન જાદવ, સહ મંત્રી તરીકે તુષાર જાદવ અને ઉત્સવ મંત્રી તરીકે પ્રવીણચંદ્ર જાદવની વરણી કરવામાં આવી છે. તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામા આવ્યા છે.
