ભરૂચ જિલ્લાના ભૂવા ગામ ખાતે વિજળી પડતાં ઘરે પરત ફરી રહેલ 17 વર્ષિય યુવાનું મોત નીપજતાં કુટુંબીઓમાં શોક્નું મોજુ ફરી વળ્યું હતું. તાજેતરમાં જ વરસતા વરસાદે સમગ્ર ભરૂચ જિલ્લાને ધમરોળવા સાથે અમુક સ્થાનો પર જળ બંબાકાર જેવી પરીસ્થીતિ સર્જાવા પામી છે. તેવામાં ભરૂચના ભૂવા ગામે પટેલ ફળીયામાં રહેતા 17 વર્ષીય સહદેવ શંકર વસાવા બપોરના સમય ગાળામાં ખેતરેથી પરત ઘરે આવતા ગામના રસ્તે એકાએક વિજળી પડતાં સહદેવ વસાવા બેસુધ્ધ બની ઢળી પડ્યો હતો.
જેને ગામના જ પ્રતામ કેશુર વસાવાએ જોતા 108 મારફતે સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે સહદેવ વસાવાને મૃત જાહેર કર્યો હતો. જોકે, આશાસ્પદ યુવાનના મોતના પગલે પરિવારજનોમાં શોક છવાયો હતો. સમગ્ર મામલે તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170