ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં વસતા અગ્રવાલ સમાજના લોકો દ્વારા શ્રી અગ્રસેનજી મહારાજાની 5147મી જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચની નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે 15મો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં વસતા અગ્રવાલ સમાજના લોકો દ્વારા શ્રી અગ્રસેનજી મહારાજાની 5147મી જયંતિ સમારોહ નિમિત્તે રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી 8મી ઓકટોબર રવિવારના રોજ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે 15મી મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 10 થી 1 સુધી યોજાયેલા રકતદાન શિબિરમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી રકતદાન કર્યું હતું. આ શિબિરમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ વિષેશ ઉપસ્થિત રહી લોકોને ઉત્સાહિત કર્યા હતાં, જ્યારે અગ્રવાલ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રકતદાન કર્યું હતું.
