ભરૂચ: ભારત બચાવો રેલીમાં ભાગ લેવા ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો દિલ્લી જવા રવાના

New Update
ભરૂચ: ભારત બચાવો રેલીમાં ભાગ લેવા ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો દિલ્લી જવા રવાના

કેન્દ્રની ભાજપ સરકારની વિરુદ્ધમાં ઓલ ઇન્ડિયા નેશનલ કોંગ્રેસ કમિટી દ્વારા શનિવારના

રોજ ભારત બચાવો રેલી કાઢવામાં આવનાર છે. જેમાં

ભાગ લેવા ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો દિલ્લી જવા રવાના થયા હતા. 

publive-image

કેન્દ્રમાં ભાજપ સરકારનું નેતૃત્વ ખાડે ગયું છે. ત્યારે ભારતને તેની ચુંગાલમાંથી બચાવવાની જરૂરિયાત છે. તેવા સૂત્ર સાથે કોંગ્રેસ દ્વારા દિલ્લી ખાતે આગામી ૧૪મી ડિસેમ્બરનાર રોજ ભારત બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી કોંગ્રેસના કાર્યકરો એકજુટ થઇ વિરોધ પ્રદર્શિત કરશે. આ રેલીમાં ભાગ લેવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના ૧૨૦ જેટલા કાર્યકર્તાઓ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં દિલ્લી જવા રવાના થયા હતા.

Latest Stories