New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/08163021/maxresdefault-103.jpg)
ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી સાથે દુષ્કર્મ તથા કચ્છના રાપરમાં દલિત વકીલની હત્યાની ઘટનાના વિરોધમાં ભરૂચમાં કોંગ્રેસના એસટી એસસી સેલના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું.
ઉત્તર પ્રદેશના હાથરસની દલિત યુવતી સાથે થયેલાં દુષ્કર્મના પડધા દેશભરમાં પડી રહયાં છે. ખાસ કરીને દલિત સમાજના લોકો ઉપર અત્યાચાર વધ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. હાથરસમાં બનેલી ઘટનાનો દેશભરમાં વિરોધ થઇ રહયો છે. હાથરસની ઘટના પહેલા ગુજરાતમાં કચ્છના રાપરમાં દલિત ધારાશાસ્ત્રીની હત્યા કરવામાં આવી હતી. બંને ઘટનાના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. ભરૂચમાં કોંગ્રેસના એસટીએસસી સેલના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
Latest Stories