/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/25122432/BHR.png)
ભરૂચ જિલ્લામાં કોરોનાના કહેરના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહયાં છે ત્યારે પ્રસાદ સોસાયટીના મકાનમાં આઇસોલેટ થયેલાં નિવૃત પોલીસ કર્મી અને તેમના પત્ની મકાનમાંથી મૃત હાલતમાં મળી આવ્યાં છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો કહેર વધી ગયો છે અને હોસ્પિટલો હાઉસફુલ હોવાથી દર્દીઓને હોમ આઇસોલેટ કરવાની ફરજ પડી રહી છે. ભરૂચની પ્રસાદ સોસાયટીમાં રહેતાં રાજેન્દ્રસિંહ પરમાર સુરતના પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં હતાં અને તેમણે થોડા સમય અગાઉ સ્વૈચ્છિક નિવૃતિ લીધી હતી. તેઓ કોરોનાથી સંક્રમિત થતાં તેઓ પત્ની તારાબેન સાથે હોમ આઇસોલેટ થયાં હતાં. બે દિવસ પહેલાં રાજેન્દ્રસિંહે તેમના પુત્ર કરણ સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી અને બીજા દિવસે તેને ઘરે બોલાવ્યો હતો. દંપતિએ પોતાના પુત્ર સાથે તબીબ પાસે જવાનું નકકી કર્યું હતું. બીજા દીવસે તેમનો પુત્ર કરણ અને બનેવી પ્રસાદ સોસાયટી ખાતે પહોંચ્યાં હતાં પણ રાજેન્દ્રસિંહ અને તારાબેનના ફોન નો રીપ્લાય થતાં હતાં. આખરે ઘરમાં જઇને તપાસ કરતાં બંને મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. હોમ આઇસોલેશનમાં રહેલાં દંપતિની તબિયત લથડી જતાં તેમણે જીવ ગુમાવી દીધો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે. દંપતિના ભરૂચના સ્પેશિયલ કોવીડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. ભરૂચમાં કોરોના વાયરસ ઘાતક બની ચુકયો હોવાથી લોકોને એકબીજાનું ધ્યાન રાખવા અને કોવીડનું ગાઇડલાઇનનું પાલન કરવા કનેકટ ગુજરાત અપીલ કરે છે.