ભરૂચ: સંભવિત તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, ભાડભૂત ખાતે 300થી વQધુ બોટ લંગારાય

New Update
ભરૂચ: સંભવિત તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, ભાડભૂત ખાતે 300થી વQધુ બોટ લંગારાય

સંભવિત તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકાના દરિયાકાંઠે આવેલા 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાત પર સંભવિત તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે તો 150 કી.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા છે જેના પગલે ભરૂચ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકા હાંસોટ, જંબુસર અને વાગરાના 29 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

સંભવિત વાવાઝોડાને પગલે ભાડભૂત ખાતે 300થી વધુ બોટ લંગારવામાં આવી છે. દરિયામાં દુરવર્તી વાવાઝોડાના પગલે દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ અંગે ભરૂચ પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિએ જણાવ્યું હતું કે વાવાઝોડાની સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને દરિયાકાંઠાના ગામના લોકોનો સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ કલેકટર ડો.એમ.ડી.મોડિયા દ્વારા રીવ્યુ મિટિંગ પણ કરવામાં આવી રહી છે.

Read the Next Article

સોનાના ભાવમાં વધારો, રૂ 800 વધીને 1,03,420 પ્રતિ 10 ગ્રામની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા

રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ વધુ 800 વધીને 1,03,420 પ્રતિ 10 ગ્રામની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના

New Update
gold rate

રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ વધુ 800 વધીને 1,03,420 પ્રતિ 10 ગ્રામની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, જથ્થાબંધ ખરીદદારોની મજબૂત માંગને કારણે આ વધારો થયો હતો.

ગુરુવારે પણ સોનાના ભાવ 3,600 વધીને 1,02,620 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા એમ પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે. અત્યાર સુધીમાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોમાં જ સોનું 5,800 પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. 99.9% શુદ્ધતાવાળા સોનાનો ભાવ શુક્રવારે 1,03,420 હતો.  99.5% શુદ્ધતાવાળા સોનામાં 800 વધીને 1,03,000 પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) થયું, જે ગુરુવારના અગાઉના રેકોર્ડ 1,02,200 ને વટાવી ગયું.

સોનામાં સુરક્ષિત રોકાણની માંગ વધી

એબાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીસના સીઈઓ ચિંતન મહેતાના મતે યુએસ ટેરિફથી વૈશ્વિક પુરવઠા પર અસર પડી છે, જેના કારણે સોનામાં સુરક્ષિત રોકાણની માંગમાં વધારો થયો છે. તેમનું કહેવું છે કે સ્વિત્ઝરલૅન્ડથી આયાત કરાયેલા સોનાના બાર પર 39% ટેરિફ લાદવાના યુએસના નિર્ણયથી બજારમાં મોટી હલચલ મચી ગઈ છે. આનાથી વૈશ્વિક પુરવઠા માર્ગમાં વિક્ષેપ પડ્યો છે, જેના કારણે રોકાણકારો સોના તરફ પાછા ફર્યા છે. સ્વિત્ઝરલૅન્ડ  વિશ્વના સૌથી મોટા ગોલ્ડ રિફાઇનિંગ કેન્દ્રોમાંનું એક છે. આ નવી નીતિએ કર મુક્તિઓ દૂર કરી છે, જેના કારણે "સેફ હેવન" માંગમાં વધારો થયો છે.

ચાંદી પણ રેકોર્ડ ઊંચા સ્તરે 1,15,000 પ્રતિ કિલો

સોનાની સાથે, ચાંદીના ભાવ પણ 1,000 વધીને 1,15,000 પ્રતિ કિલો (બધા કર સહિત) પર પહોંચી ગયા છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોમાં ચાંદીના ભાવ 5,500 પ્રતિ કિલો વધીને 1,500 પ્રતિ કિલો (બધા કર સહિત) પર પહોંચી ગયા છે.