ભરૂચ : વાવાઝોડાની અસર, કમોસમી વરસાદની શરૂઆત

ભરૂચ : વાવાઝોડાની અસર, કમોસમી વરસાદની શરૂઆત
New Update

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડુ જેમ જેમ ગુજરાતની નજીક આવી રહયું છે તેમ તેમ વાતાવરણમાં પલટો જોવા મળી રહયો છે. રવિવારે સમી સાંજે ભરૂચમાં અચાનક ભારે પવન સાથે કમોસમી વરસાદનું આગમન થયું હતું.

publive-image

ભરૂચ શહેરમાં કોરોના વાયરસના વધતા કેસના સંદર્ભમાં મીની લોકડાઉન ચાલી રહયું છે તેવામાં હવે વાવાઝોડાએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ટાઉતે વાવાઝોડુ અતિ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહયું છે. હવામાન વિભાગ અગાઉથી 16 થી 18મી તારીખ સુધી વરસાદની આગાહી કરી ચુકયું છે. રવિવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા વાદળોની ફોજ ઉતરી આવી હતી અને અચાનક 30 કીમીથી વધુની ઝડપે પવન ફુંકાવા લાગ્યો હતો.

ભારે પવનના કારણે આખા શહેરમાં ધુળની ડમરીઓ ઉડી હતી અને ઝીરો વિઝિબીલીટીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને બેનર્સ તથા શાકભાજીની લારીઓના કાપડના પડદા ઉડવા લાગ્યાં હતાં. ભારે પવનની થોડી ક્ષણો બાદ વરસાદ તુટી પડયો હતો. વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીથી મુકિત મળી હતી.

માટીની સોડમ પણ લોકોએ અનુભવી હતી. રાજયમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લાના 30થી વધારે ગામડાઓ દરિયા કિનારે આવેલાં હોવાથી ત્યાં વસતા લોકોને એલર્ટ કરી દેવાયાં છે. એક તરફ શહેરમાં મીની લોકડાઉન છે તેવામાં વરસાદના કારણે લોકો ઘરોમાં કેદ થઇ ગયાં હતાં. વાવાઝોડાની અસર શરુ થતાં વહીવટી તંત્ર પણ એકશનમાં આવી ગયું છે.

#Rainfall Effect #Cyclone Effect #Cyclone Update #gujarat cyclone #bharuch cyclone effect #Rain Breaking News
Here are a few more articles:
Read the Next Article