New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/00660b46-8e91-4adb-9df9-7514f01a09c1.jpg)
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થા દ્વારા ઝઘડિયાનાં ગામોમાં જઈ ગરીબ લોકોને વિવિધ વસ્તુઓનું વિતરણ કર્યું.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/11/79597d82-eb11-45ec-bb6f-f5711db56931.jpg)
ભરૂચની સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થા દ્વારા દિવાળી પર્વની ઉજવણીની શરૂઆત કરતાં સેવા વસ્તીનાં લોકોને વિવિધ ચીજવસ્તુઓ પુરી પાડી ખુશી વહેંચી હતી. સંસ્થા દ્વારા ઝઘડિયા તાલુકાનાં હરીપુરા અને કુંવરપુરા ગામે જઈ ગરીબ લોકો ખુશીઓ સાથે દિવાળી પર્વ મનાવી શકે તે હેતુથી કપડાં, બુટ-ચપ્પલ, બ્લેન્કેટ, હેલ્મેટ, રમકડાં, સ્કૂલબેગ અને શૈક્ષણિક સામગિરીનું વિતરણ કર્યું હતું.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/11/39b03a3b-627a-4f31-8f22-22094400b337-1024x576.jpg)
આ કાર્યક્રમમાં સંસ્થાનાં સ્થાપક પ્રકાશચંન્દ્ર પટેલ તથા હેમાબહેન પટેલ હાજર રહ્યા હતા. તો તેમની સાથે ઝઘડિયાનાં મલ્ટિપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનનાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. દિવાળી તહેવારમાં આવી ભેટ મળતાં સ્થાનિક જરૂરિયાતમંદ લોકોએ સંસ્થાનો આભાર માન્યો હતો.
Latest Stories