-
ભરૂચની દૂધધારા ડેરીની યોજાય હતી ચૂંટણી
-
ઘનશ્યામ પટેલની પેનલે મારી હતી બાજી
-
ઘનશ્યામ પટેલની ચરમેન તરીકે ફરીએકવાર વરણી
-
વાઇઝ ચેરમેન તરીકે સંજયસિંહ રાજ
-
ડેરીના વિકાસનો આશાવાદ વ્યક્ત કર્યો
ભરૂચમાં 900 કરોડનું ટર્ન ઓવર ધરાવતી દૂધધારા ડેરીમાં આજે ચેરમેન પદ માટે ચૂંટણી યોજાય હતી. પ્રાંત અધિકારી મનીષા માનાણીની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સર્વ સંમતીથી પુન: એકવાર ઘનશ્યામ પટેલની ચેરમેન પદે વરણી કરવામાં આવી હતી જ્યારે વાઇઝ ચેરમેન તરીકે સંજયસિંહ રાજના નામની જાહેરાત કરાય હતી.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી નવ નિયુક્ત ચેરમેન અને વાઇઝ ચેરમેનને અભિનંદ સાથે શુભેચ્છા પાઠવી હતી.
