ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

બ્રહ્મ સોશયલ ગ્રુપ દ્વારા આયોજન

શરદ પૂનમના પર્વની ઉજવણી કરાય

આગોતરી ઉજવણી કરવામાં આવી

ગ્રુપના સભ્યો ઉત્સાહભેર જોડાયા

ભરૂચના બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા શરદ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રુપના સભ્યો ઉત્સાહભેર જોડાયા. ભરૂચમાં ​વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત સક્રિય રહેતા ‘બ્રહ્મ સોશિયલ ગ્રુપ’ દ્વારા શરદ પૂનમના પવિત્ર પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.​

કાર્યક્રમના પ્રારંભે મા અંબાજીની ભાવભરી આરતી ઉતારીને ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. બ્રહ્મ સોશિયલ ગ્રુપના તમામ સભ્યો મોટી સંખ્યામાં ગરબે રમીને શરદ પૂનમના પર્વના આનંદમાં જોડાયા હતા.​

આ ઉત્સવમય પ્રસંગે બ્રહ્મ સોશિયલ ગ્રુપના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, પ્રમુખ યોગેશ જોષી, ઉપ પ્રમુખ ક્ષિતિજ પંડ્યા, મંત્રી જાગેશ પંડ્યા, બ્રહ્મ અગ્રણી શૈલેષભાઇ દવે, પ્રદીપભાઈ રાવલ, ગીરીશભાઈ શુક્લ, અજયભાઇ વ્યાસ, હેમંત શુક્લ, સહિત બ્રહ્મ અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું.