ભરૂચના મંહમદપુરા રોડ ઉપર ઇકો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અનેક વાહનો અડફેટે લીધાં હતાં. કારના ડ્રાયવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બેકાબુ બનેલી કારે અનેક વાહનોને ટકકર મારી હતી. કારમાં ડ્રાયવર અને એક દિવ્યાંગ વ્યકતિ સવાર હતો. અકસ્માત બાદ કારનો ડ્રાયવર ફરાર થઇ ગયો હતો જયારે દિવ્યાંગ વ્યકતિ કારમાં જ બેસી રહયો છે.
બનાવની મળતી માહિતી અનુસાર મહંમદપુરા બાયપાસ ચોકડી નજીક એક ઇકો ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા દોડધામ મચી ગઇ હતી. બેકાબુ બનેલી કારે રોડની સાઇડ ઉપર રહેલી લારી અને લોખંડની કેબીનોને ટકકર મારી હતી. બનાવના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં ત્રણ વ્યકતિઓને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માત બાદ ચાલક કાર મુકી ભાગી ગયો હતો પરંતુ તે ગાડીમાં એક વ્યક્તિ સવાર હતો તેણે ચાલકનું નામ રાજેન્દ્રસિંહ માત્રોજા હોવાનું જણાવ્યું હતું અને તેને પગમાં તકલીફ હોવાના કારણે તે ઈકો ગાડીમાં જ બેસી રહ્યો હોવાનું જણાવ્યું હતું અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
ભરૂચ : મહંમદપુરા રોડ પર ઇકો કારના ડ્રાયવરે ગુમાવ્યો કાબુ, જુઓ પછી શું થયું
New Update