-
ભરૂચ જિલ્લામાં PIની આંતરીક બદલી
-
એ ડિવિઝનના PI વી.યુ.ગડરીયાનો વિદાય સમારોહ યોજાયો
-
કર્મચારીઓએ કરી પુષ્પવર્ષા
-
ભાવભીની વિદાય આપવામાં આવી
-
અધિકારીઓ અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
ભરૂચ: એ ડિવિઝન પોલીસ મથકના PI વી.યુ.ગડરીયાનો વિદાય સમારોહ યોજાયો,કર્મચારીઓએ કરી પુષ્પવર્ષા
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ વી. યુ.ગડરિયાની અંકલેશ્વર ખાતે બદલી થતાં તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો ગુજરાત | સમાચાર
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ વી. યુ.ગડરિયાની અંકલેશ્વર ખાતે બદલી થતાં તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો
તાજેતરમાં ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા 6 પી.આઈ.ની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરીયાની અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે પોલીસ મથક ખાતે તેઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કર્મચારીઓએ તેઓ પર પુષ્પવર્ષા કરી તેમને ભાવભીની વિદાય આપી હતી.આ પ્રસંગે વિદાય સમારોહ યોજાયો હતો જેમાં વિસ્તારના આગેવાનો તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પી.આઇ.વી યુ ગડરીરાયે એ ડિવિઝન પોલીસ મથક ખાતેના તેઓના કાર્યકાળના સંસ્મરણો વાગોળયા હતા.
