શ્રી નીલકંઠ મહાદેવ વાડી ખાતે વિશેષ આયોજન કરાયું

ફરસરામી દરજી સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાય

વર્ષ દરમિયાન થયેલા સમાજના કામોની માહિતી અપાય

સમાજના તેજસ્વી તારલાઓને શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું

સમાજના આગેવાનો-કાર્યકરો અને સભ્યો ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સ્થિત શ્રી નીલકંઠ મહાદેવ વાડી અને ફારસરામી દરજી સમાજ-ભરૂચની વર્ષ 2026ની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહીવટી કાર્યવાહી સાથે સમાજના તેજસ્વી તારલાઓને સ્કોલરશીપ ચેકનું વિતરણ પણ કરાયું હતું.

ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સ્થિત શ્રી નીલકંઠ મહાદેવ વાડી ખાતે ફરસરામી દરજી સમાજની વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ મનહર રામજીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેના પ્રારંભે વર્ષ દરમ્યાન મૃત્યુ પામેલ વ્યક્તિઓને મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી. વાર્ષિક સામાન્ય સભામાં પ્રમુખ મનહર રામજી દ્વારા વર્ષ દરમિયાન થયેલા સમાજના કામો તેમજ હવે પછી નવા કામો અંગે વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.

સમાજના મંત્રી વસંત કાપડિયાએ વાર્ષિક હિસાબો રજૂ કરી નાણાંકીય સ્થિતિનો ચિતાર આપ્યો હતો. આ પ્રસંગે ફરસરામી દરજી જ્ઞાતિના ધો-8, 9 તેમજ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ 3 ક્રમાંક મેળવનાર જ્ઞાતિના તેજસ્વી તારલાઓને રૂ. 1 લાખના ચંપકભાઈ પરમાર્થી સ્કોલરશિપ ચેકનું વિતરણ પણ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી નીલકંઠ મહાદેવ વાડીના ટ્રસ્ટી જયેશ કાપડિયા, નીતિન ટેલર સહિતના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.