Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ફેડરેશન ઓફ લેબર દ્વારા નોંધાવાયો વિરોધ, કામદારોને અન્યાય થતો હોવાની રાવ

ભરૂચ : ફેડરેશન ઓફ લેબર દ્વારા નોંધાવાયો વિરોધ, કામદારોને અન્યાય થતો હોવાની રાવ
X

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમો દ્વારા કામદારોને થતા અન્યાયના વિરોધમાં ફેડરેશન ઓફ લેબરના સભ્યોએ રેલ્વે સ્ટેશનથી કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજી કામદારોની માંગણીઓ સંતોષાય તે માટે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં દહેજ, અંકલેશ્વર સહિત ઝઘડિયા મોટા ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે ઓળખાય છે. તેમ છતાં સ્થાનિક યુવાનોને બેરોજગારીનો પ્રશ્ન સતાવી રહ્યો છે, તો કેટલીક કંપનીઓમાં કામ કરતા કામદારોને સત્તાધીશો દ્વારા કંપનીમાંથી છુટા કરી દેવાની પણ ધમકીઓ આપવામાં આવે છે. કામદારોને થતી હેરાનગતિના વિરોધમાં ભરૂચ ખાતે જાગૃત નાગરિકોના એક સંગઠન દ્વારા વિરોધ નોંધાવવામાં આયો હતો.

ફેડરેશન ઓફ લેબર, ભરૂચના આગેવાનો તેમજ સભ્યો દ્વ્રારા કંપનીમાં કામ કરતાં કામદારોને નોકરીમાં સ્થિરતા, સમાન વેતન, કંપનીઓમાં યુનિયનનું ગઠન જેવા વિવિધ મુદ્દાઓને લઈ પડતર પ્રશ્ને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિવિધ સૂત્રોચ્ચાર સહિતના બેનરો સાથે ભરૂચ રેલ્વે સ્ટેશનથી પાંચબત્તી થઈ કલેક્ટર કચેરી સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કામદારોને પડતી મુશ્કેલીઓ સામે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story