ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં આવેલા બ્લોક નંબર 22ના એક મકાનમાં આગ લાગવાની ઘટના બનતાં અફરાતફરી મચી ગઈ હતી. મકાનમાં આગ લાગતાં આસપાસના અન્ય મકાનમાલિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.