ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડા બજાર તો ભરાયું, પણ વેપારીઓ છે નિરાશ, જુઓ કેમ

New Update
ભરૂચ :  હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડા બજાર તો ભરાયું, પણ વેપારીઓ છે નિરાશ, જુઓ કેમ

લોકડાઉનમાં દિવાળીમાં સારી ખરીદી નીકળવાની આશા વચ્ચે સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવી દેતાં ફટાકડાનું વેચાણ કરતાં વેપારીઓ મુંઝવણની સાથે મુશ્કેલીમાં મુકાય ગયાં છે…

કોરોના વાયરસના સંક્રમણના કારણે ગણેશ મહોત્સવ અને નવરાત્રીની ઉજવણી ફીકી પડી હતી. હીંદુ સમાજના મહાપર્વ દિવાળીને પણ કોરોના નડી રહયો છે. લોકડાઉન બાદ દિવાળીમાં ખરીદી નીકળવાની આશા વેપારીઓ સેવી રહયાં છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ ફટાકડા બજાર ભરાયું છે અને વેપારીઓએ સારી ખરીદીની આશાએ મોટા પ્રમાણમાં ફટાકડા વેચાણ અર્થે રાખ્યાં છે. કોરોના વાયરસ તેમજ પ્રદુષણને ધ્યાનમાં રાખી જાહેરમાં ફટાકડા ફોડી શકાશે નહિ તેવા સરકારના પરીપત્રના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાય ગયાં છે.

બીજી તરફ દિવાળી પર્વ આડે એક સપ્તાહનો સમય બાકી રહયો છે ત્યારે બજારોમાં રોનક જોવા મળી રહી છે. રંગોળી સહિતની વસ્તુઓનું વેચાણ કરતી હાટડીઓ તથા લારીઓ ખુલી ચુકી છે. કપડા તથા મોબાઇલનું વેચાણ કરતાં વેપારીઓએ તેમની દુકાનો સજાવી લીધી છે. કોરોના વાયરસના ભય વચ્ચે દિવાળીની ઉજવણી કરી લોકો હતાશા દુર કરવાના મિજાજમાં જણાય રહયાં છે.

Latest Stories