76માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલ નયના ચોક ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
15મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચના વેજલપુર સ્થિત નયના ચોક ખાતે નયના ચોક યુવક મંડળ અને વેજલપુર માછી સમાજ તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ બાદ સાગરભારતી દ્વારા તા. 17 સપ્ટેમ્બરના રોજ સાગર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વેજલપુર નજીક નર્મદા નદીના કિનારે સ્થાનિકો સાથે સ્વચ્છતા અભિયાનનો પ્રતીકાત્મક કાર્યક્રમના આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે વેજલપુર વિસ્તાર સહિત મોટી સંખ્યામાં આસપાસના સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
