કપરાડામાં પ્રાથમિક શાળાના શિક્ષકે ટૂંકાવ્યું જીવન

શિક્ષકે અંતિમ પગલું ભરતા શૈક્ષણિક જગતમાં ચકચાર

શિક્ષકે ઓનલાઇન કામગીરીના ભરણથી ટૂંકાવ્યું જીવન

અંતિમ ચિઠ્ઠી લખીને કારણ પણ દર્શાવ્યું

પોલીસે ઘટનામાં શરૂ કરી તપાસ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ઓનલાઇન કામગીરીના તણાવ વચ્ચે પ્રાથમિક શાળાના શિક્ષકે જીવનલીલા સમાપ્ત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વરવઠ ગામના વતની અને નીલોસી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શંકર જાદવે ઓનલાઇન કામગીરીના તણાવમાં આવીને આપઘાત કરી લીધો હતો.ઘટના અંગે તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે,ત્યારે પ્રાથમિક શિક્ષક સંઘ સહિત કપરાડા વિસ્તારના શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સાથે જ શંકરભાઈના ગામના લોકો પણ તટસ્થ તપાસની માંગ કરી રહ્યા છે.શંકરભાઈ ને સોંપવામાં આવેલી ઓનલાઇન કામગીરીનું ભારણ વધુ હોવાને લઈને અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે,અને સુસાઇડ નોટ પણ મળી આવી છે,તેમજ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ તો આપી દેવામાં આવ્યા છે, પરંતુ સમગ્ર ઘટના કેવી રીતે બની તેનાથી તેઓ અજાણ છે.પોલીસને સુસાઈડ નોટ મળી છે અને એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તેમના દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાનું કારણ ઓનલાઇન કામગીરીનું ધારણ છે,છતાં શિક્ષણ વિભાગ માત્ર તપાસનું રટણ કરી રહી છે,બીજી તરફ તાલુકા વિકાસ અધિકારીનું પણ કહેવું છે કે તેમનું પીએમ કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા રિપોર્ટ આપવામાં આવશે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.