કોરોના કહેર વચ્ચે નર્મદા નદીમાં પણ પૂરની સ્થિતિની અતિવૃષ્ટિના કારણે ફૂલોના પાકને મોટું નુકસાન થયું છે જેના કારણે દિવાળીના ટાણે ફૂલોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ૨૦ કિલો રૂપિયે કિલો વેચાતા ફૂલો આજે ૨૦૦ રૂપિયા કિલો થઈ જતા મંદીનો માહોલ જામ્યો છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના કહેર અને તેમાંય લોકડાઉનના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને તેમાંય ખાસ કરીને ફૂલોની ખેતી કરતા ખેડૂતોને બિયારણ ન મળ્યું હોવા ના કારણે ફૂલો ના પાક માં ઘટાડો થયો છે જેના કારણે આ વખતે ફૂલો ના ભાવ આસમાને હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે ફૂલોનું વાવેતર કરતા ખેડૂતોએ ભાવ વધારા પાછળ કોરોના અને પૂરની અતિવૃષ્ટિને જવાબદાર ગણાવી હતી.
ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક ધમધમી રહેલા ફૂલોના બજારમાં વેપાર કરી રહેલા ફૂલોના વેપારીઓના ફૂલો જથ્થાબંધ જોવા મળ્યા હતા તો કેટલાક વેપારીઓએ આ વખતે કોરોના કહેર વચ્ચે ફૂલો નો પાક પણ કર્યો હતો પરંતુ આ વખતે ફૂલો નો પાક ઓછો ઉઠાવ્યો હોવાના કારણે ભાવ વધારો નોંધાયો છે જેના કારણે ફૂલો ના ભાવ વધુ પ્રમાણમાં હોવાના કારણે લોકો આ વખતે પોતાના ઘરની સજાવટ કરવા માટે ચાઈનીઝ તોરણો અને અન્ય સામગ્રી તરફ વળ્યા હોવાના કારણે પણ ફૂલોના બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહયો છે.