/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/16115912/WhatsApp-Image-2021-05-16-at-10.42.38.jpeg)
અંકલેશ્વરજી.આઈ.ડી.સી. માં આવેલ ESIC હોસ્પિટલ ખાતે ઝગડીયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર વસાવાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું પરિવારજનોના આક્ષેપ હતો કે તે ઓક્સિજન ચાલુ કરતા ના આવડતા નરેન્દ્રનું મોત નિપજ્યું છે અને અન્ય પણ આક્ષેપો મૂકી હોબાળો મચાવ્યો હતો.
ઝઘડિયાના ઉમલ્લા પાસે આવેલ દુવાધપુરામાં રહેતા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર વસાવાની તબિયત અચાનક રાત્રે લથડતા સારવાર માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ESIC હોસ્પિટલ ખાતે 108 માં લાવવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મૃત્યુ થતા પરિવારજનો એ બેદરકારી અને સુવિધાના અભાવે મોત થયું હોવાના આક્ષેપો કરી હોબાળો મચાવતાહોસ્પિટલ સ્ટાફ સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું.
મૃતકના સ્વજન સરોજબેને જણાવ્યું હતું કે ડોક્ટર જોગિંગ કરવા ગયા હતા જેથી સારવારમાં મોડું થયું હતું. કોરોનાના કપરા સમય માં પણ સારવાર માં બેદરકારી દાખવી આવા કૃત્ય કરતા હોય તો એની સામે પણ પગલાં ભરવા જોઇએ. વોચમેને પણ મારામારી કરી હોવાનો આક્ષેપ તેવો કરી રહ્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.