ભરુચ જિલ્લાના બે અલગ અલગ સ્થળોએથી જુગાર રમતા 10 જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે આઠ જુગારીને વોન્ટેડ જાહેર કર્યા હતા

ભરૂચનો જંબુસર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી તળાવપૂરા ગામમાં રહેતો ખાલિદ ઉર્ફે અલ્લોલ ઇબ્રાહિમ શેખના ઘરના પાછળ જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 6 હજાર અને બે વાહનો તેમજ ચાર મોબાઈલ ફોન મળી કુલ 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગામના જુગારી ખાલિદ ઉર્ફે અલ્લોલ ઇબ્રાહિમ શેખ,ઈમરાન ફિરોજખાન પઠાણ,રણજીત ઠાકોર,મહમંદ રસુલ નિજામ ઉમરજી મલેક સહિત આઠ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય ચાર જુગારી ફરાર થઈ ગયા હતા

જ્યારે આવી જ રીતે દહેજ મરીન પોલીસે બાતમીના આધારે લખીગામની અદાણિ કંપની સામે આવેલ બાવળની ઝાડીમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા અને જુગાર રમતો જુગારી છત્રસંગ બાધર ગોહિલ,રોશન રમેશ પઢિયારને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ચાર જુગારી ફરાર થઈ ગયા હતા.