ગુજરાતની પહેલી અને સૌથી પ્રાચીન એવી ભરૂચની ભગવાન જગન્નાથની રથયાત્રા ફરજા બંદરેથી સાંજે નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ હતું
ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા 250 વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદમાં સૌપ્રથમ વખત નીકળેલી રથયાત્રામાં પણ 3 રથો ભરૂચના ખલાસીઓએ બનાવી આપ્યા હતા.આજે ભરૂચના ફુરજા બંદર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે મહાઆરતી બાદ શણગારેલા 3 રથમાં ભગવાન શ્રી કૃષ્ણ , ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરાયા હતા અને આગેવાનોના હસ્તે રથયાત્રાનો પ્રારંભ કરાવાયો હતો.આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા તેમજ વિવિધ સમાજોના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.રથયાત્રા દરમિયાન લાલ બજાર પોલીસ ચોકી પાસે મુસ્લિમ સમાજના આગેવાનોએ
રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. રથયાત્રા સાથે ડીજે, ભજન મંડળીઓ જોડાય હતી. રથયાત્રાના પર્વને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
