ભરૂચના આમોદમાં પરિવારનું ગુજરાન ચલાવવા કડિયાકામ કરી રહેલા ભીમપુરા ગામના ૩૯ વર્ષીય વિજય લક્ષમણ રાઠોડનું કરંટ લાગવાથી કરુણ મોત નિપજ્યું હતું.વિજય રોજગાર અર્થે આમોદ શહેરમાં મકાનમાં પ્લાસ્ટરનું કામ કરવા ગયા હતા. દરમિયાન પ્લાસ્ટરનું કામ કરતી વખતે કોઈ કારણસર તેમને અચાનક વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં તેઓ ગંભીર રીતે દાઝી/બેભાન થઈ ગયા હતા અને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ ભીમપુરા ગામે વાયુવેગે ફેલાતા હોસ્પિટલ ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા.બનાવની જાણ થતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ની ટીમે વિજયભાઈને સારવાર માટે આમોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.આ ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
ભરૂચ: આમોદ શહેરમાં કરંટ લાગતાં ૩૯ વર્ષીય કડિયા કામદારનું મોત,પોલીસે તપાસ શરૂ કરી
