New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/02171457/maxresdefault-19.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ મંદિરના મહંતને સીસીટીવીના ફુટેજ બાબતે ઉશ્કેરાયેલા ટોળાએ માર મારી કપડા ફાડી નાંખ્યાં હતાં. આ ઘટનાના વિરોધમાં સંત સુરક્ષા પરિષદે આવેદનપત્ર આપી સંતો અને મહંતોની સુરક્ષા સુનિશ્ચત કરવા માંગ કરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ હનુમાનજી મંદિર પાસે મુખ્ય માર્ગ પર થોડા દિવસ પહેલા અકસ્માતની ઘટના બની હતી. જેમાં ત્રણ મહિલાઓ અને એક પુરૂષ મળી કુલ ચાર લોકોના મૃત્યુ થયાં હતાં. બનાવ બાદ ઉશ્કેરાયેલા ટોળાએ મંદિરના મહંતને મંદિર બહાર લાવી તેઓ પર હુમલો કર્યો હતો સાથે જ મંદિરમાં લૂંટની પણ ઘટના બનાવ પામી હતી.
આ નિંદનીય ઘટના સંદર્ભે રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદે સંતો પર થતા હુમલાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.
Latest Stories