ભરૂચ : ગુરૂનાનકે ચાદર પર બેસી નર્મદા નદી પાર કરી હતી, જુઓ સમગ્ર ઇતિહાસ

ભરૂચ : ગુરૂનાનકે ચાદર પર બેસી નર્મદા નદી પાર કરી હતી, જુઓ સમગ્ર ઇતિહાસ
New Update

ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા શીખ સમુદાયે સોમવારના રોજ દેવ દિવાળીના દિવસે ગુરુનાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલાં ચાદર સાહિબ ગુરૂદ્વારા ખાતે શીખ સમુદાયે ગુરુનાનકજીના દર્શન કર્યા હતાં. આ ગુરૂદ્વારાને ચાદર સાહિબ  તરીકે કેમ ઓળખવામાં આવે છે તેનો ઇતિહાસ અમે તમને બતાવી રહયાં છે.

શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકજી ઈ.સ 1510 થી 1515 માં ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતા. ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતાં. અને ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી. જે ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલી ગુરુદ્વારા ચાદર સાહીબ ગુરુદ્વારા નામથી પ્રચલીત થઈ છે. આ ગુરુદ્વારા પર આજે પણ દુર-દુરથી શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવે છે.સામાન્ય રીતે ગુરુનાનક જયંતીના આગલા દિવસે અખંડ પાઠનું આયોજન કરવામાં આવે છે. વહેલી સવારથીજ સત્સંગ કીર્તન અને ગુરુગ્રંથ સાહેબના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે.

ભરૂચની ચાદર સાહીબ ગુરુદ્વારા સાથે ગુરુનાનકજીનો પ્રસંગ જોડાયેલો છે જેની લોક વાયકા મુજબ ગુરુનાનકજી જયારે ધર્મના પ્રચાર અર્થે ચારેય દિશાઓમાં નીકળ્યા હતા. તે સમયે તેઓ ભરૂચમાં ધર્મ પ્રચાર અને માનવ કલ્યાણ માટે આવી પહોંચ્યા હતા. રાત્રીના નર્મદા નદીમાં નાવડી નહીં ચલાવવાનું નવાબનું ફરમાન હોવાથી નાનકજીએ તેમના શિષ્યને ચાદર પાથરવા જણાવ્યું હતું. ત્યાર બાદ બન્નેએ ચાદર પર બેસીને નર્મદા નદીને પાર કરી હતી. ત્યારથી અહીંયા બનેલા ગુરુદ્વારાને ચાદર સાહીબ ગુરૂદ્વારાના નામથી ઓળખવામાં આવે છે. સોમવારના રોજ ગુરૂનાનક જયંતિના દિવસે ભકતોએ સોશિયલ ડીસ્ટન્સ જાળવીને ગુરૂનાનક દેવના દર્શન કર્યા હતાં.

#Bharuch News #Sikh #Connect Gujarat News #Sikh Samaj #Guru Nanak Jayanti 2020 #Gurudvara #happy gurunanak jayanti
Here are a few more articles:
Read the Next Article