ભરૂચ : હાથરસ દુષ્કર્મના આરોપીઓને કડક સજા કરવાની ઉઠી માંગ

New Update
ભરૂચ : હાથરસ દુષ્કર્મના આરોપીઓને કડક સજા કરવાની ઉઠી માંગ

ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી સાથે સામુહિક દુષ્કર્મ બાદ તેના અંગો કાપી નાંખવાની બનેલી જધન્ય ઘટનાના વિરોધમાં ભરૂચમાં આંતર રાષ્ટ્રીય હીંદુ પરિષદના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

તાજેતરમાં ઉત્તર પ્રદેશનાં હાથરસ જિલ્લામાં દલિત દીકરી પર થયેલ અત્યાચાર, બળાત્કાર અને હત્યાના બનાવના વિરોધમાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દીકરીઓની સુરક્ષા અંગે સરકાર અને સમાજે ગંભીરતાથી વિચારવું જોઈએ, આવેદનપત્રમાં એમ પણ જણાવાયુ છે કે ખુબ મોટી સંખ્યામાં દુષ્કર્મના બનાવો બને છે જયારે સજા ખુબ ઓછા નરાધમોને મળે છે. સમાજમાં યુવાનોને દીકરીઓનાં સન્માન કરવા અંગે સમજ આપવી જોઈએ. મહિલા પર અત્યાચાર અંગે કાયદાનું પાલન ધર્મ કે જાતિ આધારિત ન થવું જોઈએ. કોઈપણ દીકરી કે મહિલા પર અત્યાચાર કે દુષ્કર્મ થાય તયારે નરાધમો સામે કડક પગલાં ભરવા જોઈએ.

Latest Stories