/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/05133614/maxresdefault-44.jpg)
દેશમાં લઘુમતી કોમના યુવાનો દ્વારા હિંદુ યુવતીઓની હત્યા તેમજ ધર્મ પરિવર્તન કરાવવાના વધી રહેલાં બનાવોના વિરોધમાં હિંદુ જાગરણ સમિતિ મેદાનમાં આવી છે. આવા બનાવોમાં સંડોવાયેલાં વિધર્મીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
હરિયાણાની નિકીતા હોય કે પછી હૈદરાબાદની રાધિકા અથવા વાત કરીએ ઉત્તરપ્રદેશની નેહાની કે પછી દીલ્હીના રાહુલ રાજપુતની ….. આ ચારેય હીંદુ સમાજના યુવાન અને યુવતીઓ વિધર્મીઓનો ભોગ બન્યાં છે. દેશમાં છેલ્લા ઘણા સમયથી હીંદુ સમાજની યુવતીઓને ફસાવી વિધર્મિઓ ધર્મ પરિવર્તન કરાવી રહયાં છે. હીંદુ યુવતીઓેને પોતાની પ્રેમ જાળમાં ફસાવી વિધર્મીઓ તેમને ભગાડીને લઇ જઇ રહયાં છે. થોડા દિવસો પહેલાં હરિયાણામાં નિકિતા નામની યુવતીને વિધર્મીઓએ જાહેરમાં ગોળી મારી દીધી હતી.
દેશમાં વધી રહેલાં બનાવોના વિરોધમાં ભરૂચમાં હિંદુ જાગરણ મંચ દ્વારા ગુરૂવારે કલેકટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હીંદુ યુવતીઓના જીવન બરબાદ કરી નાંખતા વિધર્મીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આવેદનપત્ર આપતી વેળા સ્વામી મુકતાનંદ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં.