/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/16155714/maxresdefault-200.jpg)
ભરૂચ અને નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારી મંડળના શિક્ષકો તેમજ કર્મચારીઓ માટે જંબુસરની એચ.એસ. હાઈસ્કૂલ ખાતે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારી મંડળ કો.ઓ. ક્રેડિટ સોસાયટીની સ્થાપનાને 50 વર્ષ ઉપરાંત સમય થઈ ગયો છે, ત્યારે કર્મચારીઓના ઉત્થાન તથા માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતાં બાળકો કે, જેઓના માતા-પિતા હયાત ન હોય તેવા વિદ્યાર્થીને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. તેમજ રાહત ફંડમાં સહાય વીમા કવચ અને શિક્ષકોને લગતી સમસ્યા સહિતની કામગીરી આ મંડળી દ્વારા કરવામાં આવે છે.
તે જ રીતે સોસાયટીના ચેરમેન પ્રવીણસિંહ રણાની સૂચના અને માજી વાઇસ ચેરમેન કનુ પટેલ તથા કમલેશ પટેલની રાહબરી હેઠળ જંબુસર તાલુકાના 147 સભાસદો માટે ફ્રી મેડીકલ ચેક અપ કેમ્પનું આયોજન જંબુસર નાગર ખાતે એચ.એસ. શાહ હાઇસ્કૂલ ખાતે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયાબિટીસ, થાઈરોડ, લિવર, વિટામિન, મેદસ્વીપણું, સાંધાના દુ:ખાવા, યુરીન અને કિડની સહિતના રોગની તપાસ કરવામાં આવી હતી. આ અવસરે મોટી સંખ્યામાં સભાસદ ભાઈ-બહેનોએ મેડીકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો.