ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ ટંકારી ગામમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ઓછું અનાજ અપાતું હોવાની ફરિયાદ મળતા મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, જંબુસર તાલુકામાં આવેલા ટંકારી ગામે સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા લોકોને માત્રા કરતા ઓછું અનાજ આપવામાં આવતું હોવાની ફરિયાદ જંબુસર મામલતદારને કરવામાં આવી હતી. જેના પગલે મામલતદાર વિનોદ પરમારે તેમની ટીમ સાથે સસ્તા અનાજની દુકાને ધામા નાખ્યા હતા. મામલતદારે જણાવ્યું હતું કે, દુકાનમાં રખાયેલા જથ્થાની ખરાઇ કરવામાં આવી હતી. ઉપરાંત કોમ્પ્યુટરાઈઝ્ડ વિતરણની પણ વિગતો એકત્ર કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ રિપોર્ટ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુપ્રત કરવામાં આવશે.
