ભરૂચના કુકરવડા ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર ગ્રામજનોએ જનતા રેડ કરી 15 થી વધુ ભઠ્ઠીઓ તોડી પાડી પોલીસ પણ દારૂમુક્ત ગામ માટે ગ્રામજનોને સહકાર આપે તેવી માંગ કરી હતી

ભરૂચના કુકરવાડા ગામે મોટા પાયે ખેતરો અને અવાવરુ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી હતી અને ભઠ્ઠીઓ ચલાવનારા બુટલેગરો બેફામ બનતા હવે ગ્રામજનો તેને નાબૂદ કરવા જાતે જ સક્રિય બન્યા છે॰ દેશીદારૂના બૂટલેગરોએ ગામના એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરતા ગ્રામજનોએ કુકરવાડા ગામમાં ચાલતા દેશી દારૂના ભઠ્ઠાઓ પર સપાટો બોલાવ્યો હતો

અને વહેલી સવારથી જ દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ કરી હતી દારૂની ભઠ્ઠીઓનો ગ્રામજનોએ પોતે જ નાશ કર્યો હતો. પોલીસે દારૂના દૂષણને ડામવા કડક કાર્યવાહી કરે એવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે