લિંક રોડ પર આવેલી આમ્રપાલી સોસાયટીની ઘટના
રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી
મકાન માલિક સહિત સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ
ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક દોડી આવી
મંદિરમાં દીવાથી પડદામાં આગ લાગી હોવાનું અનુમાન
ભરૂચ શહેરના લિન્ક રોડ પર આવેલી આમ્રપાલી સોસાયટીના એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી આમ્રપાલી સોસાયટીમાં બપોરના સમયે એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે મકાન માલિક સહિત સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક દોડી આવી હતી, જ્યાં મકાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
જોકે, આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ મકાનના મંદિરમાં દેવી-દેવતાઓ સમક્ષ દીવો પ્રગટાવ્યા બાદ તેની જ્યોત નજીક રહેલા કાપડના પડદાને સ્પર્શી જતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
