માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચના તવરા ગામમાં આવેલ પાંચ દૈવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે  માતાજીના જવારાનું સ્થાપન કરાયું હતું જેમાં ઘઉં, જુવાર, વાલ, મગ, જવ સહિતના ધાન્ય કઠોળથી માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી.

દશેરાના દિવસે માતાજીના જવારાને પાવન સલીલા માં નર્મદામાં  માતાજીના જવારાનું વિસર્જન કરવામાં આવશે.નવ દિવસ દરમિયાન માતાજીના પટાંગણમાં ગરબાનું આયોજન થતું હોય છે અને નવ દિવસ દરમિયાન માતાજીના મંદિર ખાતે ભક્તો દર્શન અર્થે ઉમટી પડતા હોય છે.