New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/31170916/maxresdefault-499.jpg)
ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં CAAના કાયદાના સંદર્ભમાં વિવાદ થયો છે. ભાજપ અને ABVPના કાર્યકરોએ કાયદાના સમર્થનમાં કાર્યક્રમ આપ્યો હતો, જેની સામે NSUIએ કોલેજને રાજકીય અખાડો બનતી રોકવા બાબતે આચાર્યને રજૂઆત કરી હતી.
ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભાજપ અને એબીવીપીના આગેવાનો અને કાર્યકરોએ CAA બિલની સમજૂતી અને માહિતી માટે કાર્યક્રમ યોજયો હતો. જેમાં બિલ વિશે કોલેજના વિદ્યાર્થીઓને માહિતગાર કરાયાં હતાં. તો બીજી તરફ ભાજપ અને એબીવીપીનો કાર્યક્રમ કોલેજ પરિસરમાં યોજવામાં આવતાં એનએસયુઆઇએ વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે કોલેજની બહાર સુત્રોચ્ચાર કર્યા હતાં. કોલેજને રાજકીય અખાડો બનતી રોકવા માટે કોલેજના આચાર્ય ડૉ. એન.એમ.પટેલને રજૂઆત કરાઇ હતી.
Latest Stories