ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ ફાર્મસી કોલેજની છાત્રા નેશનલ ઇલોકયુશન કોમ્પીટીશનમાં આવી પ્રથમ

New Update
ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ ફાર્મસી કોલેજની છાત્રા નેશનલ ઇલોકયુશન કોમ્પીટીશનમાં આવી પ્રથમ

ઇન્ડિયન ફાર્માસ્યુટીકલ એસોસીએશનના એજયુકેશન ડીવીઝનના ઉપક્રમે નેશનલ ઇલોકયુશન કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના સાતમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી મોહસીના બોબટે પણ ભાગ લીધો હતો. આણંદ ખાતે યોજાયેલી કોમ્પીટીશનમાં તે પ્રથમ આવી છે. મોહસીના બોબટ હવે વિશાખાપટ્ટનમ ખાતે સેમી ફાઇનલ રાઉન્ડમાં ભાગ લેવા માટે જશે. મોહસીનાએ મેળવેલી સિધ્ધિ બદલ કોલેજ પરિવારે તેને અભિનંદન પાઠવ્યાં છે. તે વિશાખાપટ્ટનમ ખાતે પણ વિજેતા બને તેવી શુભેચ્છા આપવામાં આવી છે.

Latest Stories