ભરૂચના વાલિયા પંથકનો બનાવ
કરસાડ ગામનો બનાવ
દીપડી પાંજરે પુરાય
વન વિભાગ દ્વારા ગોઠવાયું હતું પાંજરું
ગ્રામજનોએ લીધો હાશકારો
ભરૂચના વાલિયાના કરસાડ ગામના નવા પુલ નજીકથી દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો
છેલ્લા ઘણા સમયથી વાલિયાના કરસાડ ગામના નવા પુલ પાસે દીપડો દેખાતા રાહદારી અને ગ્રામજનો ભયભીત બન્યા હતા.અઠવાડિયાથી દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગમાં જાણ કરી હતી.વન વિભાગના આર.એફ.ઓ.ભાવેશ નકુમના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું.જે પાંજરામાં આજરોજ 3 વર્ષની અને અંદાજીત 40 થી 50 કિલો વજન ધરાવતી દીપડી પુરાઈ હતી.જેનો કબજો મળી તેનું વેટરનરી તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. ટોલ પ્લાઝા પર ઓનલાઈન શરૂ કરવામાં આવી છે.
