અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર નામના શોપિંગ સેન્ટરમાં લિફ્ટ તૂટી નીચે ઢળી આવતા લિફ્ટમાં સવાર 2 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક ટ્રેડ સેન્ટર નામનું પાંચ માળનું શોપિંગ સેન્ટર આવેલું છે જેમાં બે હોસ્પિટલ પણ આવેલી છે. આજે સવારના સમયે શોપિંગ સેન્ટરમાં એક દુર્ઘટના સર્જાય
હતી. શોપિંગ સેન્ટરની લીફ્ટમાં કેટલાક લોકો સવાર હતા એ દરમ્યાન લિફ્ટ એકાએક તૂટીને નીચે આવી ગઈ હતી જેના કારણે લિફ્ટમાં સવાર બેથી ત્રણ લોકોને ઇજા પહોંચતા તેમણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. લિફ્ટ તૂટવાની વાત વાયુવેગે ફેલાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે લિફ્ટનું મેઇનટેનન્સ થાય છે કે કેમ તેના પર પ્રશ્નો ઊભા થયા છે
