New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/9b8abb40-6113-473e-a62c-91e4bda23411.jpg)
સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આવી રીતે ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરવામાં આવે છે.
ભરૂચ શહેરમાં છેલ્લા 9 વર્ષથી ભિક્ષુકોને નિઃશુલ્ક ભોજન આપતી મહાવીર ખીચડી ઘર વેજલપુર ખાતે ચાલતી આવી છે. છેલ્લા 3 વર્ષથી દિવાળીના એક-બે દિવસ અગાઉથી શહેરનાં નિઃસહાય ઘર-પરિવારને કે જેમનાથી દિવાળી સારી રીતે ઉજવી શકાતી નથી. તેવા પરિવારોને અનાજ તથા મીઠાઈ આપી અંધકાર મય જીવનમાં અજવાળું ફેલાવવાનો પ્રયાશ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ જ હેતુ સાથે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
ગરીબ પરિવારોને આપવામાં આવેલી સામગ્રીનાં વિતરણ સમયે ખીચડી ઘરના સંચાલક કીર્તિ શાહ, અશોક શાહ, વિકાસ શાહ તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના જીજ્ઞેશ માછી, અલ્કેશ મિસ્ત્રી, દિપક મિસ્ત્રી, હિમલ હાંસોટી હાજર રહ્યા હતા.
Latest Stories