ભાવનગરના રાજપરા ખાતે આવેલાં ખોડીયાર માતાજીના મંદિર કરતાં પણ ખોડીયાર મા નું અતિ પૌરાણિક મંદિર ભરૂચમાં આવેલું છે. ભરૂચના ટાવર પાસે આવેલું આ મંદિર 953 વર્ષ જુનુ હોવાની લોકવાયકા છે.
ભરૂચ જિલ્લા માં અનેક ધાર્મિક સ્થળો ઐતિહાસિક વારસો ધરાવે છે તેમનું એક ધાર્મિક મંદિર ખોડિયાર માતાજી નું મંદિર ભરૂચની જુની સિવિલ હોસ્પિટલ નજીક આવેલું છે અને એક હજાર વર્ષ પહેલા આ વિસ્તાર આહીર સમાજ અને ભરવાડ સમાજ ના 1500 પરિવાર થી આ વિસ્તાર ધમધમી રહ્યો હતો.અને જે તે સમયે જૂનાગઢ થી આવેલા રાજા ના પુત્ર રા'નવઘણ ના હસ્તે સંવત 1161 સાલ માં મંદિર માં માતાજી ની સ્થાપના કરવામાં આવેલી હતી અને જે તે વખત ના રાજા જૂનાગઢ જવામાટે ટૂંકો રસ્તો રૂપી એક ભોંયરું હતું જે ભોયરાંમાંથી સીધે સીધું જૂનાગઢ પહોંચી જવાતું જે ભોંયરું આજે પણ હયાત રહેલું છે અને ભોંયરા ના પ્રવેશ દ્વાર પર મહાદેવ નું સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવી રહી હોવાનું મંદિર ના મહારાજે જણાવ્યું હતું.
ભરૂચના માલધારીસમાજ ના આગેવાન જીણા ભરવાડે જણાવ્યું હતું કે, મંદિરને વિક્સિત કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે આ મંદિર આજે પણ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓમાંથી પણ હજારો દર્શનાર્થીઓ માટે આસ્થા નું કેન્દ્ર છે અને આ મંદિર નજીક હજારો વર્ષ પહેલા 1500 થી વધુ ભરવાડ અને આહીર સમાજ ના પરિવારો વસવાટ કરતા હતા પરંતુ આજે માતાજીનું ખોડિયાર મંદિર રહેલું છે પણ આસપાસ નો વિસ્તાર ખંડેર માં ફેરવાઈ રહ્યો છે ત્યારે આજે પણ માતાજી નું આ મંદિર વિકાસથી વંચિત રહ્યું છે.