-
ભરૂચમાં રોડ સેફટી મંથની ઉજવણી
-
એસ.ટી.ડેપો ખાતે કરવામાં આવી ઉજવણી
-
મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન
-
કર્મચારીઓના આરોગ્યની કરાય તપાસ
-
તાલુકા હેલ્થ ઓફિસનો સહયોગ સાંપડ્યો
ભરૂચ: ST ડેપો ખાતે રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં એસટીના ડ્રાઈવરો, કંડકટર તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચ એસટી ડેપો ખાતે રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં રોડ સેફટીમંથની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચ એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં એસટીના ડ્રાઈવરો, કંડકટર તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ એસ.ટી.ડેપોના ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.એસ.ટી.ના કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે આ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
