ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

રોટરી હોલ ખાતે આયોજન

કાનુની સેવાસત્તા મંડળ દ્વારા આયોજન

મેગા કેમ્પ યોજાયો

લાભાર્થીઓને લાભોનું કરાયુ વિતરણ

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના એક્ઝિક્યુટિવ ચેરમેન જસ્ટિસ  એ. વાય. કોગજેના અધ્યક્ષસ્થાને મેગા કેમ્પ યોજાયો હતો.

નાગરિકો સુધી કાનૂની સહાય અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો સરળતાથી પહોંચી શકે તે હેતુથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભરૂચ તથા જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે  ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના એક્ઝિક્યુટિવ ચેરમેન નામદાર જસ્ટિસ  એ. વાય. કોગજેના અધ્યક્ષસ્થાને રોટરી ક્લબ ભરૂચ ખાતે  મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ દરમિયાન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA)ની વિવિધ યોજનાઓ તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક પ્રમાણપત્રો અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ જસ્ટિસ  તથા ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સરકારી વિભાગો દ્વારા બનાવવામાં આવેલા પ્રદર્શન સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.આ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે આર શાહ, ડીએલએસએ સેક્રેટરી પી. પી. મોકશી, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા,  નિવાસી અધિક કલેક્ટર આર.બી.ભોગાયતા, પ્રાંત અધિકારી મનિષા મનાણી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કાનૂની સેવા સત્તામંડળના સભ્યો, પેરા લીગલ વોલન્ટિયર્સ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.