ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેના રેમડેસિવર ઇન્જેક્શન લેવા માટે લોકોએ  ધસારો  કરતા પડાપડી થઈ હતી જેના પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી

ભરૂચમાં એક તરફ વધતા જતા કોરોનાના દર્દી અને બીજી બાજુ તેની સારવાર માટે જરૂરી એવા રેમડેસિવર ઇન્જેક્શનની અછતના પગલે સ્થિતિ વિકટ બની રહી છે .ભરૂચ  સિવિલ હોસ્પિટલ ખાતે રેમીડિસીવર ઇન્જેક્શન લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સ્થિતી બેકાબુ બની હતી. સવારથી ઇન્જેક્શન માટે દોડાદોડી કરતા લોકોને  ઇન્જેક્શન ન મળ્યાબાદ બપોરે પણ આજ સ્થિતિ રહેતા લોકો ઉશ્કેરાયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો જેના પગલે સ્થિતિ કાબુમાં લેવા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી

સમગ્ર વિવાદ અંગે આર.એમ.ઓ. ડો એસ.આર.પટેલે જણાવ્યુ હતું કે સિવિલ હોસ્પિટલમાં 700 રેમડેસિવર ઇન્જેક્શનનો જથ્થો આવ્યો હતો જો કે શોશ્યલ મીડિયામાં મોટી સંખ્યામાં જથ્થો આવ્યો હોવાના મેસેજ વાયરલ થતાં લોકોએ ભીડ લગાવી હતી. સિવિલ હોસ્પિટલ દ્વારા વધુ 1500 રેમડેસિવર ઇન્જેક્શન મંગાવવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના જ કોઈ કર્મચારીએ શોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો હોવાની વાત ખુદ આર.એમ.ઓ.એ સ્વીકારી કરી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના નિયમ મુજબ જિલ્લામાં જાહેર થયેલ સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલમાં રેમડેસિવર ઇન્જેક્શનનો જથ્થો પ્રાથમિકતાના ધોરણે આપવામાં આવે છે પરંતુ સિવિલ હોસ્પિટલમા પહેલ કરીને સામાન્ય જનતાને રેમડેસિવર ઇન્જેક્શનનો જથ્થો આપવામાં આવ્યો છે