ભરૂચના આમોદ તાલુકાના તેલોદ ખાતે  ગેરકાયદેસર રીતે સાદી માટીનું ખનિજ ખનન થતું હોવાની ફરિયાદ મળતા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર ત્વરિત તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન સ્થળ પરથી બિનઅધિકૃત ખનન પ્રવૃત્તિમાં સંડોવાયેલ ૦૧ જેસીબી (JCB) એક્સેવેટર મશીન તથા ૦૨ ટ્રેક્ટર મળી કુલ રૂપિયા ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

સીઝ કરાયેલા તમામ વાહનો અને મશીનરીને તેલોદ ગ્રામ પંચાયત કચેરી ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે.આ મામલે દોષિતો સામે નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે. ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન કરતી તત્વો સામે વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આવી જ રીતે સખત સરપ્રાઈઝ ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.