ભરૂચ : મુન્શી સ્કૂલ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

New Update
ભરૂચ : મુન્શી સ્કૂલ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ તથા ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે મુન્શી સ્કૂલના પટાંગણમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલ મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી સ્કૂલની સિલ્વર જ્યુબિલી પ્રસંગે શાળામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારત ઝુંબેશના સ્વપ્નને સાકાર કરવા મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શાળાના વિધ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તે અર્થે શાળા પરિષરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સ્વચ્છતા એ જ પ્રભુતા, સ્વચ્છતા હશે તો મન પણ સ્વસ્થ રહેવના ઉદ્દેશ સાથે ઉપસ્થિત મહેમાનોએ લીલી ઝંડી આપી સ્વચ્છતા રેલીનું પ્રસ્થાન કરાવ્યુ હતું. સ્વચ્છતા નહીં રાખીએ તો લોકોને કેવી કેવી તકલીફોનો સામનો કરવો પડે તે અંગે વિધ્યાર્થીઓ દ્વારા નાટકનું આયોજન પણ કરાયું હતું.

આ પ્રસંગે ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે દ્વારા બાળકોને રમૂજ પદ્ધતિથી સ્વચ્છતા અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મુન્શી ટ્રસ્ટના મુસ્તાક મુન્શી, ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર સંજય સોની, આમંત્રિત મહેમાનો, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં શાળાના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories