ભરૂચના વિશાલ કેતન દોશીએ NEET ની પરીક્ષામાં 686/720 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા 372 રેન્ક મેળવ્યો છે. દરરોજની આઠ થી દસ કલાક ની મહેનત અને તબીબ માતા, પિતા અને ભાઈ નું માર્ગદર્શન અને પ્રોત્સાહન વિશાલ દોશીએ શ્રેય આપ્યો છે. વિશાલ દોશી ભરૂચના જાણીતા તબીબ ડૉ. કેતન દોશીનો પુત્ર છે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સી - NTA દ્વારા લેવાયેલી નેશનલ એલિજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટની એકઝામ (NEET) નુ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચના જાણીતા તબીબ ડો.કેતન દોશી ના પુત્ર વિશાલ દોશી એ ઓલ ઇન્ડિયા લેવલે 372 મો અને ભરૂચ જિલ્લા માં પ્રથમ રેન્ક મેળવ્યો છે.13 મી સપ્ટેમ્બર ના રોજ યોજાયેલ નીટની પરીક્ષામાં દેશમાંથી 16 લાખ અને રાજ્યમાંથી 70 હજાર થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયાં હતાં. ભરૂચ ના વિશાલ દોશી એ 720 માંથી 690 માર્કસ મેળવ્યાં હતા . નેશનલ લેવલ ઉપર તેણે 372 મી અને ભરૂચ જિલ્લા માં પ્રથમ રેંક મેળવી હતી. વિશાલે તેની આ સફળતા માટે તબીબ માતા પિતા અને ભાઈ નું સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન તેમજ રોજની આઠ થી દસ કલાક ની મહેનત ને શ્રેય આપી રહ્યો હતો. વિશાલ ભવિષ્યમાં કાર્ડિયોલોજીસ્ટ તબીબ બનવા માંગે છે.